click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Mandvi -> Mandvi police arrests two key accused in Devang murder case
Tuesday, 27-Feb-2018 - Mandvi 96541 views
દેવાંગના હત્યારા રામ-ખીમરાજ ગઢવીની વિધિવત્ ધરપકડ, મર્ડરનું રીકન્સ્ટ્રક્શન કરાશે

કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે 19 વર્ષિય દેવાંગ માણેક ગઢવીની હત્યા કરી તેની લાશના ટૂકડા કરી ઊંડા બોરમાં ફેંકી દેવાના ગુનામાં માંડવી પોલીસે જ્યુડિસિયલ કસ્ટડીમાં રહેલાં મોટા ભાડિયાના રામ પબુ મૌવર (ગઢવી) અને ખીમરાજ હરી બાંઢા (ગઢવી) (રહે. મોટા કાંડાગરા, મુંદરા)ની આજે સાંજે સાડા છ વાગ્યે વિધિવત ધરપકડ કરી છે. બંને આરોપીઓને પોલીસ આવતીકાલે રીમાન્ડની માંગણી સાથે કૉર્ટમાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, રામ ગઢવીને પોતાની પત્ની સાથે દેવાંગને પ્રેમ સંબંધ હોવાની શંકા હતી જેથી તેણે બે સાગરિતો સાથે મળી તેની હત્યા કરી હોવાની મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવેલી છે. આ હત્યા કેસમાં અગાઉ પોલીસ ત્રીજા આરોપી નારણ પુનશી ગઢવીની ધરપકડ કરી ચૂકી છે અને હાલ તે રીમાન્ડ પર છે.

પોલીસ ત્રણેયને સાથે રાખી મર્ડર કેસનું રીકન્સ્ટ્રક્શન કરશે

આ હત્યા કેસમાં પોલીસ ત્રણેય આરોપીને સાથે રાખીને બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવાનું આયોજન કર્યું છે. આરોપીઓએ કયા હથિયારથી દેવાંગની હત્યા કરી હતી અને તે હથિયાર ક્યાં છૂપાવ્યું છે, દેવાંગનું બાઈક માંડવીમાં કોણ રાખી આવ્યું હતું, તેનું સીમકાર્ડ કોણે ફોનમાંથી બહાર કાઢી માંડવીમાં ફેંકી દીધું હતું વગેરે સહિતના અનેક મહત્વનાં મુદ્દાની કડીઓ મળવાની શક્યતા છે. કચ્છખબર સાથે વાત કરતાં માંડવીના પીઆઈ એમ.આર.ગામેતીએ જણાવ્યું કે, અમે ત્રણેય આરોપીને સાથે રાખીને ગુનાની મજબૂત કડીઓ અને પૂરાવા એકત્ર કરશું.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન