click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Mandvi -> After murder accused cut body parts and buried in bore well
Monday, 19-Feb-2018 - Mandvi 69279 views
મોટા ભાડીયાના યુવકની હત્યા કરી લાશના ટૂકડાં બોરમાં ફેંક્યા!અવશેષો મેળવવા કવાયત્

કચ્છખબરડૉટકોમ, માંડવીઃ એક અઠવાડીયા પહેલાં 12મી તારીખે શિવરાત્રિની આગલી રાત્રે 10 વાગ્યે ઘરેથી  ગયા બાદ લાપત્તા બનેલાં મોટા ભાડીયા ગામના દેવાંગ માણેક ગઢવી નામના 19 વર્ષના નવલોહિયા યુવકની ગામનાં જ બે શખ્સે હત્યા કરી તેની લાશના ટૂકડાં કરી બોરકૂવામાં નાખી દીધા હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. બોરમાંથી દેવાંગના મૃતદેહના અવશેષો શોધવા પોલીસે કવાયત્ હાથ ધરી છે. ઘટનાસ્થળે રહેલાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ વૈભવ ખાંટે કચ્છખબરને જણાવ્યું કે બોર અંદાજે ચારસો ફૂટ જેટલો ઊંડો અને અવાવરૂ છે. બોરમાંથી દુર્ગંધ આવી રહી છે. પોલીસે દોરડું નાખી ઊંડાઈનો તાગ મેળવતાં 65-70 ફૂટ જેટલે દોરડું પહોંચ્યા બાદ અટકી ગયું હતું. પૂરાવા શોધવા માટે બીજો કોઈ વિકલ્પ ના હોઈ પોલીસે બે હિટાચી મશીનની મદદથી બોરની બાજુમાં ખોદકામ શરૂ કર્યું છે. ઘટનાસ્થળે રહેલાં માંડવીના પીએસઆઈ પાલુભાઈ ગઢવીએ કચ્છખબરને જણાવ્યું કે, મધરાત સુધી અથવા વહેલી પરોઢ સુધીમાં બોરમાંથી મૃતકના અંગો મળી આવવાની શક્યતા છે. બોરમાંથી મૃતકનો શર્ટ મળી આવ્યો છે.

દેવાંગની હત્યા માટે પૈસાની ઉઘરાણી કારણભૂત

કચ્છખબર સાથે વાત કરતાં પીએસઆઈ ગઢવીએ જણાવ્યું કે, હત્યાના આ બનાવમાં નાણાંની લેતીદેતી જવાબદાર હોવાનું સપાટી પર આવ્યું છે. નાણાંની લેતી-દેતીમાં ગામનાં જ યુવકે તેના મિત્ર સાથે મળીને દેવાંગને મળવા માટે બોલાવી હત્યા કરી નાખી હોવાની આરોપીએ કબૂલાત કરી હોવાનું પીએસઆઈએ જણાવ્યું છે. બંને શખ્સોની કબૂલાતના આધારે પોલીસે નાના ભાડીયા ગામની સીમમાં આવેલા અવાવરૂ બોરમાં આજે સવારથી તપાસ શરૂ કરી હતી. અલબત્ત, બોરમાંથી જ્યાં સુધી મૃતદેહના અવશેષો ના મળે અને તેની ઓળખવિધિ ના થાય ત્યાં સુધી પોલીસે વધુ કોઈ ફોડ પાડવાનું મુનાસિબ સમજ્યું નથી. જેણે હત્યા કરી છે તે યુવકનો ભૂતકાળ ગુનાહિત હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.

12મીની રાત્રે 10 વાગ્યે દેવાંગ લાપત્તા બન્યો હતો

મોટા ભાડીયાનો દેવાંગ માણેક ગઢવી બારમીની રાત્રે 10 વાગ્યે એકાએક ગુમ થઈ ગયો હતો. તેના પિતા માણેકભાઈ ગઢવીએ બીજા દિવસે મધરાત્રે દસ વાગ્યે માંડવી પોલીસ મથકે નોંધાવેલી ગુમનોંધમાં પોલીસને જણાવ્યું હતું કે તેમનો પુત્ર ઘરે કશું કહ્યા વિના એકાએક ચાલ્યો ગયો છે.

દેવાંગનું બીનવારસી બાઈક અને સીમકાર્ડ ભૂકંપનગરીમાંથી મળેલાં

માંડવી પીએસઆઈ ગઢવીએ કચ્છખબરને જણાવ્યું કે, દેવાંગનું બાઈક 13મીના રોજ માંડવીના ભૂકંપનગરી વિસ્તારમાં બીનવારસી હાલતમાં મળી આવ્યું હતું. એ જ રીતે, આ વિસ્તારમાંથી તેના ફોનનું સીમકાર્ડ મળ્યું હતુ પરંતુ ફોન મળ્યો નહોતો. જેથી અમે આ બાબતને ગંભીરતાથી લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ