click here to go to advertiser's link
Visitors :  
29-Mar-2024, Friday
Home -> Kutch -> West Kutch police in action in view of free and fair election
Thursday, 07-Dec-2017 - Bhuj 28927 views
જાણો, ચૂંટણી સંદર્ભે પ.કચ્છ પોલીસે કેટલાં લોકોને અંદર કરી શું કામ કર્યાં?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસે આદર્શ આચારસંહિતા અમલી બની ત્યારથી લઈ ગઈકાલ 6 ડિસેમ્બર સુધીમાં વિવિધ ડ્રાઈવ યોજી અપરાધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. પશ્ચિમ કચ્છ પોલીસે 25-10-17થી 6-12-2017ના સમય દરમિયાન નશાબંધી ધારા હેઠળ દેશી વિદેશી શરાબના 393 કેસ કરી કુલ 1302 બોટલ કબ્જે કરી 9214 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે. નશાબંધી ધારા હેઠળ પોલીસે કુલ 23 લાખ 3900 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે કરેલી કાર્યવાહી ઉપરાંત 2272 રેઈડની કાર્યવાહી નીલ રહી હતી. એ જ રીતે, 4783 જેટલાં અસામાજિક તત્વો સામે સીઆરપીસી 107, 151, 109, 110 વગેરે હેઠળ અટકાયતી પગલાં લેવાયાં છે. તો, 5 આરોપીની પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી તો 64 લોકોને તડીપાર કરવા દરખાસ્ત કરાઈ હતી. ખાસ ડ્રાઈવ અંતર્ગત પોલીસે 3 દેશી બંદૂક જપ્ત કરી હતી તો 1258 પરવાનેદારોના હથિયારો પરત લેવાયાં હતા.

Share it on
   

Recent News  
નાણાંમંત્રી નિર્મલાના પતિએ ઈલેક્શન બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું
 
ગાંધીધામના યુવક યુવતીએ ઊંચા વળતરની લાલચ આપી ૨૧ લાખ હજમ કર્યાંની ફરિયાદ
 
ગાંધીધામમાં કિશોરીનું અપનયન કરી દુષ્કર્મ કરનારા શાહરૂખને ૧૦ વર્ષની કેદની સજા