click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Kutch -> Vagad records three earthquake tremor within 48 minutes
Monday, 11-Dec-2017 - Rapar 28127 views
48 મિનિટમાં વાગડની ધરા 4,3 અને 2.9ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વાગડની ધરા આજે સાંજે 3થી 4ની તીવ્રતાના ત્રણ કંપન સહિત કુલ પાંચ કંપનથી ધણધણી ઉઠી હતી. સાંજે 4.20 મિનિટે રાપરથી 15 કિલોમીટર દૂર પ્રાગપર હાઈવે નજીક 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તેની 27 મિનિટ બાદ તેની નજીક વણોઈ પાસે કેન્દ્રબિંદુ ધરાવતો 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તો, 21 મિનિટ બાદ ફરી આ જ કેન્દ્રબિંદુ નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

આમ, પોણો કલાકના અંતરમાં એક જ કેન્દ્રબિંદુ આસપાસ ત્રણથી ચારની તીવ્રતાના ત્રણ શ્રેણીબધ્ધ કંપન નોંધાયાં હતા. આ પૂર્વે, મધરાત્રે બે વાગ્યે દુધઈ નજીક 1 અને રાત્રે 4.22 મિનિટે ભચાઉ નજીક 1.5ની તીવ્રતાના હળવા આંચકા નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્તમાન વર્ષે કચ્છમાં 4 કે તેથી ઉપરની તીવ્રતાના અત્યારસુધીમાં કુલ 6 આંચકા નોંધાયાં છે. છમાંથી પાંચ કંપન વાગડમાં નોંધાયેલાં છે. રાપરમાં અગાઉ 16 જૂન અને 5 માર્ચે આ જ કેન્દ્રબિંદુ આસપાસ 4ની તીવ્રતાના બે કંપન નોંધાયા હતા.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન