click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Kutch -> State level earthquake exercise will conduct on 16th March at Bhuj
Tuesday, 13-Mar-2018 - Bhuj 93786 views
ભુજમાં શુક્રવારે ‘અર્થક્વેક એક્સરસાઈઝ’ના નામે રાજ્યકક્ષાની મૉકડ્રીલ યોજાશે

કચ્છખબરડૉટકોમ, ભુજઃ 2001માં વિનાશક ભૂકંપનો ભોગ બની ચૂકેલાં કચ્છની ધરા દોઢ દાયકે પણ શાંત થઈ નથી. હળવા અને મધ્યમ આંચકાઓનો દોર સતત ચાલું રહ્યો છે. ત્યારે, ભૂકંપ ઝોન-પાંચમાં સમાવિષ્ટ કચ્છમાં મધ્યરાત્રિના ૮ની તીવ્રતાનો ભયંકર ‘ભૂકંપ’ આવે અને તેમાં ભુજનો આઇના મહેલ, સૂરમંદિર સિનેમાગૃહ અને કલેક્ટર કચેરી એમ ત્રણ સ્થળો ભૂકંપથી અસરગ્રસ્ત થાય તો રાહત અને બચાવની કામગીરી કેવી રીતે કરવી તે માટે જિલ્લા વહીવટી તંત્રએ ‘અર્થક્વેક એક્સરસાઇઝ’ના નામે એક મૉકડ્રીલ યોજવાનું નક્કી કર્યું છે. આગામી ૧૬મી માર્ચે ભુજની લાલન કૉલેજમાં રાજ્યના આઠ જિલ્‍લાઓની સાથે કચ્‍છ માટે પણ ‘અર્થક્વેક એક્સરસાઇઝ’ યોજાશે. આ મૉક ડ્રીલની પૂર્વ તૈયારીઓ અને કામગીરીના સંકલન માટે આજે ભુજમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરીટીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એક્સરસાઇઝમાં જીએસડીએમએ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આગામી ૧૫મી માર્ચે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાશે. ભાવિ આફત સામે પૂર્વ તૈયારી એ જ ઉપાયને અનુલક્ષીને જિલ્લા કલેકટર રેમ્યા મોહને ભૂકંપની સંભવિત આપત્તિમાં જિલ્લાનું વહીવટીતંત્ર વધુ સુસજ્જ બને તે મોકડ્રીલ પાછળનો હેતુ હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં કચ્છમાં ૨૦૦૧ના ભૂકંપ સમયે બચાવ-રાહતની કામગીરી બજાવનારા અધિકારીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અધિક કલેકટર ડી.આર.પટેલે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તેમની કચેરીના એસઓપી સાથે રીસોર્સ અંગેની વિગતો તાત્કાલિક મોકલી આપવા સૂચના આપી હતી. બેઠકમાં આર્મી, એરફોર્સ, બી.એસ.એફ.ના અધિકારીઓ, ભુજ પ્રાંત આર.જે.જાડેજા, નખત્રાણાના મદદનીશ કલેકટર શ્રી અરવિંદ વિજયન, અંજાર પ્રાંત વિજય રબારી, અબડાસા પ્રાંત ઝાલા, ના.કા.ઇ. અરૂણ જૈન, પા.પુ.ના ભગોરા, નગરપાલિકાના અને રેડક્રોસના પ્રતિનિધિઓ, જીએસડીએમએના મેહુલ પઢીયાર સહિતના જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Source: Information Dept)

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ