click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Kutch -> SOG west seize charcoal and wooden worth Rs 1.98 L in three different raids
Wednesday, 06-Dec-2017 - Bhuj 32224 views
કોલસાના કાળો કારોબાર પુનઃ નિશાનેઃ 3 દરોડામાં 1.98 લાખનો કોલસો-લાકડાં જપ્ત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ થોડાંક સમયના વિરામ બાદ પશ્ચિમ કચ્છ પોલીસે ફરી બાવળીયા કોલસાના કાળા કારોબાર પર તવાઈ ઉતારવાનું શરૂ કર્યું છે. એસઓજીએ આજે નખત્રાણાના લુડબાય અને ભુજ તાલુકાના બુરકલ ગામની સીમમાં બે અલગ અલગ સ્થળે દરોડા પાડી કુલ 1.98 લાખની કિંમતનો 650 બોરી કોલસો અને 1700 મણ લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે એસઓજીએ લુડબાયની સીમમાં રેઈડ કરી 80 હજાર રૂપિયાની કિંમતનો 400 બોરી કોલસો જપ્ત કર્યો છે. કોલસાનો આ જથ્થો જમીલ રહીમદાદ જત નામના શખ્સ પાસેથી કબ્જે કરાયો હતો.

એ જ રીતે, ભુજ તાલુકાના બુરકલ ગામે એસઓજીએ દરોડો પાડી 40 હજારની કિંમતનો 200 બોરી કોલસો સાથે 200 મણ લાકડાનો જથ્થો (કિંમત રૂપિયા 8 હજાર) મળી કુલ 48 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ જથ્થો બુરકલના ભીયન હાજી સરૂન જતના કબ્જામાંથી મળી આવ્યો હતો. દરોડા વખતે એસઓજીએ ગામની સીમમાંથી વધુ 50 બોરી કોલસો અને 1500 મણ લાકડાનો જથ્થો મળી કુલ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જથ્થો બુરકલના કાસમ બુઢા જતના કબ્જામાંથી મળી આવ્યો હતો. એસઓજીએ સીઆરપીસી કલમ 102 મુજબ ત્રણેય દરોડા દરમિયાન મળી આવેલો કોલસા અને લાકડાનો જથ્થો શક પડતાં મુદ્દામાલ તરીકે કબ્જે કરી વનતંત્રને સોંપવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર માસના અંતિમ સપ્તાહ દરમિયાન આર.આર.સેલ અને એલસીબીએ કચ્છમાં વિવિધ સ્થળે દરોડા પાડી લાખ્ખો રૂપિયાનો કોલસો જપ્ત કર્યો હતો. 

Share it on
   

Recent News  
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક
 
આદિપુરઃ બાઈક શૉરૂમનો મેનેજર સટ્ટામાં ઘરાકોના ૩.૨૫ લાખ રૂપિયા લગાવી હારી ગયો!