click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Kutch -> Rapar police seizes IMFL worth Rs. 1.46L from car
Thursday, 22-Feb-2018 - Rapar 31589 views
રાપરમાં કારમાંથી પોલીસે 1.46 લાખનો શરાબ ઝડપ્યો, આરોપી ફરાર

કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં પોલીસે સ્વિફ્ટ કારમાંથી 1.46 લાખનો વિદેશી શરાબ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. જો કે, દરોડા સમયે આરોપી પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. બાતમીના આધારે રાપર પોલીસે જીજે 12 ડીએ 9368 નંબરની મારૂતિ સ્વિફ્ટ કારમાં દારૂ જતો હોવાના આધારે તેનો પીછો કર્યો હતો. જો કે, આરોપી નિર્મલસિંહ ઊર્ફે નીરૂભા રઘુભા જાડેજા રાપરના સમાવાસ પાસે ગાડી પાર્ક કરી પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી અંગ્રેજી દારૂની 1440 નંગ ક્વાર્ટર બોટલ અને24 નંગ બિયર ટીન મળી 1.46.400 રૂપિયાનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે 5 લાખની કાર સહિત કુલ 646400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે રાપર પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન