click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Kutch -> Police will recover charred body of killed on day six
Friday, 23-Feb-2018 - Bhuj 31478 views
બોરમાં રહેલાં અંગો તજજ્ઞોની હાજરીમાં કાલે કઢાશે, ખોદકામ પૂર્ણતા ભણી

કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના દેવાંગ ગઢવી નામના 19 વર્ષના યુવકની હત્યા કરી તેની લાશના ટૂકડા નાના ભાડિયા ગામની સીમ ઊંડા બોરમાં ફેંકી દેવાની ઘટનામાં પાંચમા દિવસે કામગીરી પૂર્ણતાના આરે આવી ગઈ છે. અત્યંત કઠળ અને પથરાળ પેટાળ હોઈ ખોદકામમાં ભારે જહેમત પડી રહી છે. ઘટનાસ્થળેથી પીએસઆઈ પાલુભાઈ ગઢવીએ કચ્છખબરને જણાવ્યું કે અત્યારસુધીમાં અંદાજે 90 ફૂટ સુધીનું ખોદકામ થઈ ચૂક્યું છે અને હવે 6 ફૂટનો એક જ પાઈપ બહાર કાઢવાનો બાકી છે. આજે મોડી રાત સુધીમાં આ પાઈપ પણ બહાર કાઢી લેવાશે. જો કે, પોલીસ તંત્રએ ખોદકામ પૂર્ણ થયા બાદ જે પાઈપમાં મૃતદેહના ક્ષત- વિક્ષત અંગો ફસાયાં પડ્યાં હોવાનું જણાય છે તે અંગો આવતીકાલે સવારે દિવસના અજવાળામાં બહાર કાઢવાનું નક્કી કર્યું છે. આજે રાત સુધીમાં ખોદકામ પૂરું કરી લેવાયાં બાદ  આવતીકાલે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો, તબીબો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં માનવ અંગો કાઢવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 19મી ફેબ્રુઆરીના બપોરે અઢી વાગ્યાથી પોલીસે બોરની સમાંતર ખોદકામ શરૂ કર્યું હતું. જે પાંચમા દિવસની મધરાત સુધીમાં પૂર્ણ થઈ જશે. હત્યા કરી લાશના ટૂકડા કરી બોરમાં ફેંકી દેવાના આ બનાવે કચ્છભરમાં ભારે ચકચાર સર્જી છે. સતત પાંચ દિવસ અને રાત સુધી પૂરાવા મેળવવા પોલીસ તંત્રએ અવિરતપણે ખોદકામ કરાવી તેના ફરજપાલનનો પણ અનેરો દાખલો બેસાડ્યો છે.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!