click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Kutch -> Mundra Custom arrest two accused in smuggling racket
Saturday, 09-Dec-2017 - Bhuj 34853 views
1 કરોડની દાણચોરીમાં મુંદરા કસ્ટમે રીઢા દાણચોર સહિત બેને ઝડપ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મીસ ડિક્લેરેશન કરી ચાઈનાથી પાંચ જેટલી પ્રતિબંધિત બ્રાન્ડેડ ચીજવસ્તુની મગાવી 1 કરોડની ડ્યુટી ચોરી કરવાના પ્રકરણમાં મુંદરા કસ્ટમે મુંબઈના કુખ્યાત દાણચોર લીનેશ પ્રભાકર રાણે (રહે. ગણેશભુવન, ગણેશ સોસાયટી, ભાંડુપ) અને રવિન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા ઊર્ફે રવિરાજસિંહ (રહે. ગોરડીયા ગામ, સાણંદ)ની ધરપકડ કરી છે. બંને આરોપીને આજે રાત્રે મુંદરાની કૉર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઈ છે. ગત નવેમ્બર માસમાં મુંબઈની પી.એસ. એન્ટરપ્રાઈઝ નામની પેઢીએ ચીનથી નાની કાતર,

ફ્રૂટ પીલર, સ્મોલ પીલર, ફ્રૂટ નાઈફ, વોટર સ્પ્રે, વોટર સ્પ્રે નોઝલ, પ્લાસ્ટિક હોલ્ડર, વૉટર બેગ, પ્લકર, પ્લાસ્ટિક વૉલહૂક વગેરે જેવી દસેક આઈટેમો મુંદરા બંદરે આયાત કરી હતી. જો કે, મુંદરા કસ્ટમની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટીગેશન બ્રાન્ચે બાતમીના આધારે કન્સાઈન્મેન્ટની સઘન તપાસ કરતાં તેમાંથી લેડીઝ અંડર ગારમેન્ટ, હેન્ડ સ્પીનર, ઈમર્જીંગ વૉટર હિટીંગ રોડ, ડિજીટલ વેન્ગ સ્કેલ, મેઝરીંગ ટેપ્સ વગેરે જેવી અનડિકલેર્ડ અને પ્રતિબંધિત બ્રાન્ડેડ ચીજવસ્તુ મળી આવી હતી. પેઢીએ ચોપડા પર જે માલની કિંમત 7થી 8 લાખ દર્શાવી હતી તેમાં આ પાંચ આઈટમને ગણતાં હકીકતમાં માલની કુલ કિંમત 2.72 કરોડ રૂપિયા પર પહોંચી હતી. મુંદરા SIIBએ ગત 1, 2 અને 3 નવેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન તમામ માલની ઝીણવટભરી તપાસ હાથ ધરી સરકારી વેલ્યુઅર પાસે કુલ કિંમત કઢાવતાં માલની કિંમત 2.72 કરોડ જેટલી નક્કી થઈ હતી. આમ, મુંબઈની પેઢીએ 2.72 કરોડના માલ પર 1 કરોડ રૂપિયાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને મુંદરા કસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. આ કેસમાં આજે મુંદરા કસ્ટમે લીનેશ રાણે અને રવિરાજસિંહની ધરપકડ કરી છે. તેમને મુંદરા કૉર્ટમાં પેશ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

લીનેશ સામે અગાઉ કોફેપોસાનો કેસ ચાલ્યો હતો

કચ્છના ઈતિહાસમાં પહેલીવાર બે વર્ષ પૂર્વે ચાર આરોપી સામે ભુજમાં કોફેપોસા (કન્ઝર્વેશન ઑફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રીવેન્શન ઑફ સ્મગલિંગ એક્ટીવીટીઝ એક્ટ)ના આરોપ તળે સુનાવણી હાથ ધરાઈ હતી. આ ચાર આરોપી પૈકીનો એક લીનેશ પ્રભાકર રાણે હતો. આ કેસમાં કોફેપોસા બૉર્ડે ખાસ ભુજના સર્કિટ હાઉસ ખાતે કૉર્ટ રૂમ બનાવી સુનાવણી કરી હતી. આ કેસમાં ચારેય આરોપી સળંગ એક વર્ષ સુધી ડીટેન્શનમાં રહ્યાં હતા. કચ્છના ઈતિહાસમાં પહેલીવાર કોઈ આરોપીઓ સામે કોફેપોસા લાગ્યો હતો. આ કેસમાં કેન્દ્ર સરકારના સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે દલીલો કરનારાં એડવોકેટ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, લીનેશ રીઢો દાણચોર છે. આરોપીઓ સામે તે સમયે બેબી ડાયપરના નામે કોસ્મેટિક્સની દાણચોરી કરવાનો કેસ થયો હતો. જો કે, દાણચોરીના કેસમાં તેમની વારંવાર સંડોવણી હોઈ કોફેપોસા તળે કાર્યવાહી કરાઈ હતી.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ