click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Kutch -> Listed bootlegger attempts to commit suicide blames two police constable of Rapar
Tuesday, 13-Mar-2018 - Rapar 3158 views
સુવઈના બૂટલેગરે ઝેરી દવા પીધીઃ બે કોન્સ્ટેબલના ત્રાસથી દવા પીધાનો કર્યો આરોપ

કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના સુવઈ ગામે રહેતાં દારૂના લિસ્ટેડ બૂટલેગરે કથિતપણે બે પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી ઝેરી દવા પી લીધી હોવાનો બનાવ બનતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. સુવઈના જીતેન્દ્ર વેલુભા રાઠોડ નામના 30 વર્ષિય યુવકે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતાં તેને રાત્રે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો હતો. યુવકે દવા પીતા પૂર્વે લખેલી ચિઠ્ઠીમાં પોતે રાપર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિષ્ણુદાન ગઢવી અને ખીમજી આહીરના ત્રાસ-ધાકધમકીથી દવા પીતો હોવાનું જણાવ્યું છે. બંને પોલીસ કોન્સ્ટેબલે તેના ઘરે આવી તેને અને તેની પત્નીને મુઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માંગણી કરી તેના બે મોબાઈલ ફોન લઈ લીધા હોવાનો ચિઠ્ઠીમાં તેણે આરોપ કર્યો છે. બંને કોન્સ્ટેબલે તેને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી તેનું મકાન ખાલી કરાવી દેવા મકાનમાલિકને સૂચના આપી હોવાનો પણ તેણે ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. દવા પી લેનાર જીતેન્દ્ર લિસ્ટેડ બૂટલેગર છે. જો કે, થોડાંક સમયથી તેણે દારૂનો ધંધો બંધ કરી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેણે લખેલી ચિઠ્ઠીથી પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. યુવક હાલ હોશમાં છે. ઘટના સંદર્ભે નાયબ મામલતદારે તેનું મરણોન્મુખ નિવેદન નોંધ્યું છે.

પોલીસની તપાસથી બચવા આરોપબાજી કરી છેઃ રાપર PSI

ચકચારી બનાવ અંગે રાપર પોલીસે હોસ્પિટલની નોંધના આધારે MLC (Medico Legal Case)ની નોંધ કરી છે. અલબત્ત તેમાં ચિઠ્ઠી વિશે કશો ઉલ્લેખ નથી. બનાવની તપાસ કરી રહેલાં રાપરના પીએસઆઈ પી.એસ.નાંદોલિયાએ જણાવ્યું કે, ‘’દવા પીનારો જીતેન્દ્ર લિસ્ટેડ બૂટલેગર છે. કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત તેના ઘરે પોલીસ અવારનવાર જડતી લઈ તપાસ કરતી હોય છે. ત્યારે, પોલીસ તપાસથી બચવા તેણે આ પ્રકારની આરોપબાજી કરી હોવાનું જણાય છે. જે પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ તેણે આરોપબાજી કરી છે તે અંગે ઝીણવટભરી તપાસ કર્યાં બાદ જ પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે.’’

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ