click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Kutch -> CM Vijay Rupani will visit Kutch soon after MLAs oath taking ceremony Know why
Saturday, 20-Jan-2018 - Bhuj 43924 views
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી મંગળવાર 23મી જાન્યુઆરીએ કચ્છની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે. મુખ્યમંત્રીના હસ્તે મુંદરા તાલુકાના કુંદરોડી ગામ નજીક આકાર પામનારાં ચાઈનીઝ કંપની ક્રોમેનીના સ્ટીલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સીએમના સૂચિત કાર્યક્રમ અંગે વહીવટી તંત્રને મૌખિક જાણ કરી દેવાઈ છે.

જો કે, વિધિવત્ કાર્યક્રમ હવે પછી જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, 23મી તારીખે બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં ધારાસભ્યોની શપથવિધિ યોજાવાની છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સીએમ હવાઈ માર્ગે સાંજે ચાર વાગ્યે કચ્છ આવી પહોંચશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે પાંચેક વાગ્યે તે પરત રવાના થઈ જશે.

કુંદરોડી નજીક આકાર પામશે ચીનની મહાકાય સ્ટીલ ફેક્ટરી

સૂચિત સ્ટીલ પ્લાન્ટ અંગે ગત 18મી ઑગસ્ટ 2017નાં દિને કચ્છખબરે વિસ્તૃત અહેવાલ પ્રગટ કર્યો હતો. ચીનનું સનરાઈઝ ગૃપ પ્રારંભિક 6 હજાર કરોડના રોકાણ સાથે કુંદરોડી નજીક મહાકાય સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવાનું છે. આ રોકાણ વધીને 10 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. ગુજરાત સરકારે આ માટે રતાડીયા અને કુંદરોડીની 213 હેક્ટર જમીન સનરાઈઝ ગૃપને ફાળવી દીધી છે. સનરાઈઝ ગૃપે મુંદરામાં સ્ટીલ પ્લાન્ટ માટે વાયબ્રન્ટ ગુજરાત 2017ની સમિટમાં ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા. મુંદરામાં પ્લાન્ટ નાખવા માટે સનરાઈઝ ગૃપે અમદાવાદસ્થિત ક્રોમેની સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. ક્રોમેની સ્ટીલ સનરાઈઝ ગૃપની જ સબસીડીયરી કંપની છે જેનું જૂન 2017માં રજિસ્ટ્રેશન થયું છે. ક્રોમેની લિમિટેડના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના કુલ 9 ડિરેક્ટરમાં 4 ચાઈનીઝ ડિરેક્ટર છે. આ ડિરેક્ટર્સમાં મહાવીર અગ્રવાલ, પ્રતીક મહેન્દ્ર શાહ, હર્ષ પ્રવીણ કોટક, અમિત મુળજીભાઈ વઘાસીયા, જિનસોંગ ચેન, જીનક્વિયાંગ જીએંગ, જીયાન જૈંગ અને બીન્ઘે જીયેંગનો સમાવેશ થાય છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન