click here to go to advertiser's link
Visitors :  
28-Mar-2024, Thursday
Home -> Kutch -> Brake on Illegal sale of liquor in West Kutch Alcoholics on withdrawal symptom
Thursday, 07-Dec-2017 - Bhuj 16516 views
ચૂંટણીના લીધે દેશી-વિદેશી દારૂના ધંધા પર બ્રેક, ટળવળતાં પ્યાસીઓ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચૂંટણીના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બૂટલેગરો પર સતત બોલાવાઈ રહેલી ધોંસના પગલે જિલ્લામાં ચાલતો દેશી-વિદેશી દારૂનો ગેરકાયદે વેપલો ઠપ્પ થઈ જતાં પ્યાસીઓ રીતસર ‘ટળવળી’ રહ્યાં છે. ખાસ કરીને, છેલ્લાં એકાદ પખવાડીયા દરમિયાન સંખ્યાબંધ લિસ્ટેડ બૂટલેગરોને અંદર કરી દેવાયાં છે. તો, કુખ્યાત બૂટલેગરો સામે પાસાનું શસ્ત્ર ઉગામાતાં અન્ય બૂટલેગરો પણ ધંધો છોડી કામચલાઉ ધોરણે ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. જો કે, ક્યાંક કોઈક જગ્યાએ નાના મોટા ‘છૂટકીયા’ સંઘરી રાખેલો માલ બીતાં બીતાં

બમણાં ભાવે વેચીને રોકડી પણ કરી રહ્યાં છે. પરંતુ, સમગ્રતયા અગાઉ જે રીતે ‘માગો ત્યારે માલ’ મળતો હતો તેના પર સંપુર્ણ બ્રેક વાગી જતાં પ્યાસીઓ રીતસર ટળવળી રહ્યાં છે. અધૂરામાં પૂરું પશ્ચિમ કચ્છમાં કાર્યરત લિકર શૉપને પણ કામચલાઉ ધોરણે ચૂંટણી પંચે તાળાં મરાવી દેવા હૂકમ કર્યો છે. અંગ્રેજી માલ ના મળતાં અનેક પ્યાસીઓએ દેશી માટે ગામડાઓની વાટ પકડી છે. જો કે, પોલીસની તવાઈના પગલે દેશીનો ધંધો પણ હાલ ઠપ્પ થઈ ગયો છે. ગેરકાયદે દારૂના વેચાણ પર બ્રેક વાગતાં કેટલાંક લોકો તો બજારમાં નશાની ગોળીઓ પણ ટ્રાય કરી રહ્યાં છે. અલબત્ત, અમુક લોકોને સાચવવા માટે આગોતરી વ્યવસ્થા કરી રાખનારાં રાજકીય આગેવાનો નિશ્ચિંત છે. હાલ પૂરતું તો પ્યાસીઓ ચૂંટણી ક્યારે પૂરી થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. તો, પામતાં પહોંચતાં પ્યાસીઓએ તો આગામી વીક એન્ડ આબુ કે દિવમાં વીતવવાના પણ આયોજન કરી નાખ્યા છે.

Share it on
   

Recent News  
ભુજના ટ્રાન્સપોર્ટરને કોરી ખાતાં ભુજ-ભચાઉના બે વ્યાજખોરો વિરુધ્ધ ફોજદારી
 
ભુજ જમીન કૌભાંડમાં સીઆઈડીએ પકડેલાં ચાર પૂર્વ અધિકારીને કૉર્ટે જામીન આપ્યાં
 
અંજારના ૩ એકમે CSR ફંડમાંથી અંજાર પોલીસને ૮ મોટર સાયકલની ગિફ્ટ આપી