click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Kutch -> Australian delegation of labour union will visit Kutch
Friday, 12-Jan-2018 - Mundra 16751 views
ઑસ્ટ્રેલિયાના લેબર યુનિયનનું ડેલિગેશન કાલે કચ્છની મુલાકાતે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઑસ્ટ્રેલિયામાં અદાણી જૂથની કોલસાની ખાણના પ્રોજેક્ટ સંદર્ભે વિવિધ સ્તરે વિરોધ અને વિવાદ ચાલી રહ્યો છે તે વચ્ચે હવે મુંદરા પોર્ટ સાથે સંકળાયેલાં મજૂરોનાં કથિત શોષણ અને તેમની હાલતનો અભ્યાસ કરવા ઑસ્ટ્રેલિયાના લેબર યુનિયનનું એક પ્રતિનિધિ મંડળ આવતીકાલે કચ્છ આવી રહ્યું છે. આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ પ્રતિનિધિ મંડળ મુંદરામાં આવેલી મજૂર વસાહતની મુલાકાત લઈ સ્થાનિક લેબર યુનિયનના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરશે.

પ્રતિનિધિ મંડળ સાથે શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘના પ્રમુખ સંતોષ મિશ્રા સહિતના આગેવાનો જોડાવાના છે. આ અંગે કચ્છખબરે મિશ્રાનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે, અદાણી જૂથ દ્વારા મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોને રોજગાર મળે છે. પરંતુ, આ મજૂરો તેમના પાયાના હક્કો અને સુવિધાઓથી વંચિત છે. તેમાં ટ્રક ડ્રાઈવરોનો પણ સમાવેશ થાય છે. પોતાના હક્કોની લડાઈ માટે સ્થાનિકે કોઈ વ્યવસ્થા કે આયોજન નથી. મજૂરોની દયનીય હાલત અંગે અમે અવારનવાર ટ્રેડ યુનિયનોના આગેવાનો અને સંબંધિત સરકારી તંત્રો સાથે રજૂઆત કરતાં હોઈએ છીએ. કચ્છ જનરલ મજદૂર સંઘ એ રાષ્ટ્રીય સ્તરે હિંદ મજદૂર સભા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન સાથે જોડાયેલું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાની કચેરી લંડનમાં આવેલી છે. ઑસ્ટ્રેલિયન ડેલિગેશનની આ મુલાકાત સૂચક ગણાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, લેબર કોલોનીમાં મુંદરા પોર્ટ ઉપરાંત આસપાસના અન્ય એકમોના મજૂરો પણ વસવાટ કરે છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ