click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Kutch -> Another minor girl get pregnant due to rape in Nakhtrana
Thursday, 07-Dec-2017 - Nakhtrana 30928 views
નખત્રાણા પંથકની વધુ એક સગીરા દુષ્કર્મથી ગર્ભવતી બનતાં ચકચાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણામાં 13 વર્ષિય ખેતમજૂર સગીર કન્યા પર અજાણ્યા શખ્સે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાના બનાવના પ્રત્યાઘાત હજુ શમ્યાં નથી ત્યાં વધુ એક સગીરા દુષ્કર્મના લીધે ગર્ભવતી બની હોવાનો બનાવ બહાર આવતાં સભ્ય સમાજમાં ચકચાર મચી ગઈ છે. નખત્રાણા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા નખત્રાણાના મોટા કાદિયા ગામની વતની અને તે 14 વર્ષની છે. સગીરા તેના ઘર પછવાડે આવેલી વાડીમાં અરીઠા વીણવા ગઈ હતી ત્યારે નાના કાદિયા ગામના યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું

હતું. દુષ્કર્મના લીધે સગીરાને ત્રણેક માસનો ગર્ભ રહી જતાં બનાવ બહાર આવ્યો છે. સગીરાને આજે તેના પરિવારજનો પોલીસ મથકે લઈ જતાં પોલીસે સગીરાને મેડીકલ ચેકઅપ માટે જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી આપી હતી. ચેક અપના રીપોર્ટ બાદ આરોપી સામે સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. સતત બીજા દિવસે સગીરા પર દુષ્કર્મ અને તેના પગલે તે ગર્ભવતી બની હોવાના બે બનાવો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન