click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Gandhidham -> RR Cell expose illegal sand mining at Shikarpur nabs 2
Sunday, 25-Mar-2018 - Bhachau 70302 views
શિકારપુરમાં ચાલતાં રેતીચોરીના ષડયંત્રને RR Cellએ કર્યું બેનકાબ, 3 વાહનો જપ્ત

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ બોર્ડર રેન્જ RR Cellએ ગત મધરાત્રે ભચાઉના નવાગામ-શિકારપુરની સીમમાં આવેલી નદીના પટમાંથી રેતીચોરીના કારસ્તાનનો પર્દાફાશ કરી બે ડમ્પર અને એક હિટાચી સહિત બે શખ્સોની અટકાયત કરી છે. રેતીચોરીનું આ ષડયંત્ર લાંબા સમયથી ચાલતું હોવાનું અને તેમાં પડદા પાછળ માથાભારે ગણાતાં રાજકીય તત્વોની પણ સામેલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. R R Cellની ટૂકડી ગત મધરાત્રે શિકારપુર નદીના પટ પર ત્રાટકી હતી. પટમાંથી રેતી ભરેલાં GJ 17 TT 9437 અને GJ 17 TT 2576 એમ બે ડમ્પર અને તેમાં બેઠેલાં બે ડ્રાઈવરોને ઝડપ્યાં હતા. સ્થળ પરથી પોલીસે એક નંબર વગરનું હિટાચી પણ કબ્જે કર્યું છે. પોલીસે ઝડપેલાં ડ્રાઈવરોમાં રેવા મોતી ભરવાડ અને કિશોર રામજી ડોડીયાનો સમાવેશ થાય છે. આ બંને જણાં માળીયાના રહેવાસી છે અને વાહનોનો માલિક કાના નાજા રબારી પણ માળીયાનો હોવાનું તેમણે જણાવ્યું છે. ગુલામ કરીમ ત્રાયા નામનો સ્થાનિક શખ્સ રેતી ભરી આપતો હોવાનું બંને જણે કબૂલ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમયથી નદીના પટમાં રેતીચોરીનું ષડયંત્ર ચાલતું હતું. RR Cellના દરોડાએ સામખિયાળી પોલીસની ‘સૂચક’ નિષ્ક્રિયતાને પણ બેનકાબ કરી દીધી છે. સ્થાનિક પોલીસ હવે આ પ્રકરણમાં ચોપડે ચઢેલાં અને નહીં ચઢેલાં સૂત્રધારોને કેટલી ઝડપથી પકડીને બેનકાબ કરે છે તે જોવું રહ્યું.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન