click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Gandhidham -> Police detains 10 gambler including two woman from Rapar and Gandhidham
Friday, 10-Nov-2017 - Gandhidham 16707 views
રાપર-ગાંધીધામમાં 48 હજારની રોકડ સાથે 10 ખેલી ઝબ્બે
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં પોલીસે પાડેલા બે અલગ અલગ દરોડામાં 48 હજારના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત 10 જુગારીઓની અટકાયત કરી છે. રાપર પોલીસે બાતમીના આધારે શહેરના સમાવાસમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તી રમી રહેલાં હસમુખ ઊર્ફે અશોક બાબુભાઈ કોલી, ભવાન ગોરાભાઈ રાઠોડ, સુરેશ રામજી કોલી અને ભરત બાબુભાઈ કોલીને 6140ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યાં હતા.

બીજી તરફ, ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આજે સાંજે પોણા છ વાગ્યે નવી સુંદરપુરીના આહીરવાસમાં દેવુભા ગઢવીની ચક્કીની સામે આવેલી ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી બે મહિલા સહિત 6 શખ્સોની 42 હજાર 50 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. ઝડપાયેલાં આરોપીઓમાં આરીફ કાસમ ઘાંચી, અજીતદાન ઊર્ફે અજીતભા કિશોરભા ગઢવી, હરગોવિંદ ગણેશ પ્રજાપતિ, કાસમ હાજી ગાંધી, મધુબેન લાલજી દેવજી પ્રજાપતિ (રહે. તમામ આહીરવાસ, નવી સુંદરપુરી) અને કાન્તાબેન અશોક મૂલચંદ શર્મા (આદિપુર, વોર્ડ 4-એ)ની જુગારધારાની કલમ મુજબ અટકાયત કરી હતી.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ