click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Gandhidham -> LCB East and Kandla police seize IMFL worth Rs 4.69L from two car
Wednesday, 22-Nov-2017 - Gandhidham 41194 views
તુણા અને ગળપાદર પાસેથી 4.69 લાખનો વિદેશી શરાબ ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ અટકાવવા મેદાને પડેલી પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને કંડલા મરીન પોલીસે ગત રાત્રે બે અલગ અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરી બે કારમાંથી 4.69 લાખનો વિદેશી શરાબ અને બીયરનો જથ્થો ઝડપ્યો છે. સાથે બે આરોપીની પણ ધરપકડ કરી છે. કંડલા મરીન પોલીસે ગત રાત્રે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન તુણા આઉટ પોસ્ટ હેઠળ આવતા અદાણી પોર્ટ નજીક ઝીરો પોઈન્ટ પાસેથી શરાબ ભરેલી એક ટાટા મોબાઈલ કાર ઝડપી પાડી હતી.

પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કીની 228 બોટલ શરાબ, 180 એમએલના ક્વાર્ટર નંગ બે હજાર અને બિયરના 864 ટીન મળી કુલ 3 લાખ 54 હજાર 800 રૂપિયાની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કારચાલક ગુલાબશા જુસબશા ફકીર (રહે. હાલ જંગી, મૂળ. નાની ચીરઈ, ભચાઉ)ની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરતાં આ માલ નાની ચીરઈના કરીમ મોહમ્મદ પરીટનો હોવાનું જણાવ્યું છે. કંડલા પોલીસે કરીમ સામે પણ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રે બાતમીના આધારે ગળપાદર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી વાહનોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન, ભચાઉ તરફથી આવતી એક ગ્રે રંગની સીયાઝ કારની તલાશી લેતાં તેમાંથી 1 લાખ 14 હજાર 600 રૂપિયાની કિંમતની શરાબની વિવિધ બ્રાન્ડની બોટલ મળી આવી હતી. પોલીસને જોઈ કારમાં સવાર બે શખ્સો કારમાંથી ઉતરી નાસી ગયાં હતા. જો કે, પોલીસે પીછો કરીને શંભુભાઈ બધાભાઈ ચૈયા(ઉ.વ. 22, રહે. રાજનગર, અંતરજાળ, ગાંધીધામ મૂળ રહે. વીરા, અંજાર) નામના  એક આરોપીને ઝડપી પાડ્યો હતો. શંભુએ નાસી ગયેલા સાગરિત મેઘરાજ રાજેશ ગઢવી (રહે. આદિપુર) હોવાનું જણાવ્યું હતું. બંને જણાં આ શરાબ ગાગોદર હાઈવે હોટલ પાસે સુખદેવસિંહ બાપુએ આપ્યો હોવાનું જણાવ્યું છે. એલસીબીએ પાંચ લાખની કાર, મોબાઈલ વગેરે સહિત કુલ 6.19 લાખનો મુદ્દામાલ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે સુપ્રત કરી ત્રણેય આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન