click here to go to advertiser's link
Visitors :  
16-Apr-2024, Tuesday
Home -> Business -> Achchhe Din for E Commerce after GST Know the reason
Saturday, 08-Jul-2017 - Bureau Report 676 views
GST બાદ ઈ-કૉમર્સમાં હેવી ડિસ્કાઉન્ટની મોસમ, જાણો શું છે કારણો

જૂલાઇથી GST લાગૂ થયા પહેલાથી ઇ-કૉમર્સ કંપનીઓ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. GST લાગુ થયા બાદ કેટલીક પૉપ્યુલર સાઇટ્સ પણ ડિસ્કાઉન્ટ આૉફર કરી રહી છે. આ મહિનામાં કેટલીક પ્રોડક્ટસના ભાવ વધવાની આશંકાને પગલે ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા, પેટીએમ મૉલ જેવા ઇ-કૉમર્સ પ્લેટફોર્મ્સ પર વેન્ડરો હાર્ડવેર, અપ્લાયન્સિસ અને ફર્નિચર જેવી પ્રોડક્ટસ પર હેવી ડિસ્કાઉન્ટ આપે છે. જે સેલરે GST રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમને આ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવશે. આથી આ વેપારીઓ પોતાનો સ્ટૉક ખાલી કરવાની ઉતાવળમાં છે. પરિણામે તે સસ્તા ભાવે સ્ટોક વેચી રહ્યા છે. ઇ-કૉમર્સ વેબસાઇટ પર સૌથી વધારે માંગ ફેશન પ્રૉડક્ટસની છે. દેશની સૌથી મોટી ઇ-કૉમર્સ કંપની હજુ પણ બેગ્સ અને ઘડિયાળો સહિતના ફેશન પ્રૉડક્ટ્સ પર 70%સુધીનું ડિસકાઉન્ટ આપી રહી છે. એમેઝોન ઇન્ડિયા એડીડાસ, લીવાઇસ જેવી બ્રાન્ડ્સ પર ડિસકાઉન્ટ ઑફર કરી રહી છે. સ્પોર્ટ્સ વેરમાં 80% ડિસ્કાઉન્ટ આપનાર શોપક્લૂઝે જણાવ્યું, ”આ પ્લેટફોર્મ્સ પર સેલર ઘણું ઊંચુ વેચાણ કરે છે અને તેઓ આખા દેશના ગ્રાહકો સાથે જોડાઈ શકે છે. GST લાગુ પડવા બાદ ઑનલાઈન અને ઑફલાઈન સામાનના વેચાણ પર અમને કોઈ ફેર નથી લાગતો. એટલે જ ઓનલાઈન ચીજોની માંગમાં કોઈ ફેરફાર નથી થયો.” ફર્નિચર બિઝનેસમાં સારો નફો થઇ રહ્યો છે. GSTમાં લાકડાના મોટા ભાગના સામાનમાં 28% ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યો છે. ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યો છે. આને કારણે કિંમતોમાં વધારો થાય તે વાત સ્વાભાવિક છે. આમ છતાંય પ્લાયવૂડ પ્રોડક્ટની માંગમાં વધારો જોવા મળ્યો છે. પેપરફ્રાઈ ‘હેપ્પી GST સેલ’ માં 55% સુધીની છૂટ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટ પણ હોમ અને ફર્નિચર આઈટમ્સ પર 80% ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એક્પર્ટ્સ અનુસાર, ”ઇ-કૉમર્સ સાઇટ્સને ખબર છે કે ગ્રાહકોના મનમાં હજુ પણ શંકા છે કે GSTના કારણે વસ્તુઓના ભાવમાં વધારો થશે કે ઘટશે. આ કારણે ગ્રાહકો સામાન ખરીદી રહ્યા છે અને કંપની ઓ તેનો ફાયદો ઉઠાવી રહી છે. આને કારણે વેચાણ વધ્યું છે અને વિક્રેતાઓને સેલ્સ બંધ કરવાનું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું. એટલે જ ઇ-કોમર્સ સાઈટ્સ પર હજુ સુધી આ ઑફર્સ ચાલી રહી છે.”

Share it on
   

Recent News  
વીજ બીલ અપડેટ કરાવવાના બહાને માંડવીના વૃધ્ધ સાથે ૧૨.૮૫ લાખની ઠગાઈ
 
કચ્છ લોકસભા સીટ પર ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી
 
સલમાનને ડરાવવા તેના ઘર પર ફાયરીંગ કરનાર બિહારી યુવકો માતાના મઢમાંથી પકડાયાં