click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhuj -> One more copy case reported in SSC exam at Bhuj
Friday, 16-Mar-2018 - Bhuj 65975 views
ભુજની સેન્ટ એન્ડ્ર્યુઝ સ્કુલમાં ધો.10ની પરીક્ષામાં વધુ એક કોપી કેસ નોંધાયો

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં આજે વધુ એક કોપી કેસ નોંધાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજની સેન્ટ એન્ડ્ર્યુઝ સ્કુલના કેન્દ્ર પરથી ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી રહેલો આદિપુરનો એક છાત્ર કાપલી કાઢી લખવા જતા સુપરવાઈઝરના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પી 3502812 સીટ નંબર ધરાવતા આ છાત્રએ આદિપુરની મૈત્રી વિદ્યાલયમાંથી ખાનગી વિદ્યાર્થી તરીકે ફોર્મ ભર્યું હતું. ધોરણ 10માં અત્યારસુધીમાં કચ્છમાં આ છઠ્ઠો કોપી કેસ નોંધાયો છે. અગાઉ પણ સેન્ટ એન્ડ્ર્યુઝ સ્કુલમાંથી બે ખાનગી છાત્રો કોપી કરતાં ઝડપાઈ ચૂકેલાં છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન