click here to go to advertiser's link
Visitors :  
29-Mar-2024, Friday
Home -> Bhuj -> Legal Serivce Camp will be held in Jogninar on 29th March
Thursday, 22-Mar-2018 - Bhuj 997 views
૨૯મી માર્ચે જોગણીનારમાં ‘લીગલ સર્વિસ કેમ્પ’ યોજાશે

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી ૨૯મી માર્ચે જોગણીનાર ખાતે ‘લીગલ સર્વિસ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ સંદર્ભે આજે ભુજમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે તંત્રના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. કલેક્ટરે અંજાર, મુંદરા અને ભચાઉના પ્રાંત અધિકારીઓને સમગ્ર કાર્યક્રમના સંકલન અને સુપરવિઝનની કામગીરી સોંપવા સાથે ગામદીઠ  લાભાર્થીની યાદી તૈયાર કરવા તેમજ વિભાગવાર સ્ટોલની ફાળવણી, સત્તામંડળ સાથે રહી આનુષાંગિક વ્યવસ્થા કરવા, કીટ વિતરણ ઉપરાંત વિવિધ કમિટિઓને કામગીરીના આદેશો કર્યાં હતા. સ્થળ ઉપર જ યોજનાકીય અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તેમજ સ્ટોલ ઉપર યોજનાકીય માહિતી પ્રદર્શિત કરવા અને ફોર્મ્સ ઉપલબ્ધ કરાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પંચાયત હસ્તકની સરકારી યોજનાઓની માહિતી સ્થળ પર મળી રહે તે માટે તાલુકાકક્ષાએ સંકલન કરીને છેવાડાના માનવીની જરૂરિયાત મુજબ કેમ્પના સ્થળ પર સ્ટોલને કાર્યરત રખાવવા, સામાજીક અને આર્થિક રીતે નબળા લોકો તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને યોજનાકીય લાભ આપવા અને જરૂરી કિસ્સામાં સ્થળ પર જ હેલ્થ ચેકઅપ વ્યવસ્થા કરાવવા ડીઆરડીએ, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ  સિવિલ હોસ્પિટલને સૂચનાઓ અપાઇ હતી.

(Input: Information Dept)

Share it on
   

Recent News  
નાણાંમંત્રી નિર્મલાના પતિએ ઈલેક્શન બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું
 
ગાંધીધામના યુવક યુવતીએ ઊંચા વળતરની લાલચ આપી ૨૧ લાખ હજમ કર્યાંની ફરિયાદ
 
ગાંધીધામમાં કિશોરીનું અપનયન કરી દુષ્કર્મ કરનારા શાહરૂખને ૧૦ વર્ષની કેદની સજા