click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhuj -> KUTCH CRIME AND FIR
Saturday, 03-Mar-2018 - Bhuj 59453 views
કચ્છ ક્રાઈમ એન્ડ એફઆઈઆર

નાના દિનારા હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

ખાવડાના નાના દિનારામાં રહેતાં વાયદના સમા નામના 19 વર્ષિય યુવકની હત્યા કરવાના આરોપમાં ખાવડા પોલીસે જુસબ સતા સમા, સતાર જુસબ સમા અને કયુમ અલાના સમા નામના ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.

સામખિયાળીમાં સ્થાનિક આગેવાનના પુત્રના ફાયરીંગના વિડિયો ક્લિપથી ચકચાર

સામખિયાળીના એક આગેવાનનો પુત્ર હાથમાં પિસ્તોલ રાખી ફાયરીંગ કરતો હોવાના વાયરલ થયેલાં વિડિયોના પગલે ચકચાર મચી છે. બનાવ સંદર્ભે અરજી આવતાં સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે. પીએસઆઈ જે.એમ.ગઢવીએ જણાવ્યું કે, જે પિસ્તોલમાંથી ફાયરીંગ થયું છે તે પિસ્તોલ યુવક પાસેથી મળ્યા બાદ તે ખરેખર સાચી છે કે એરગન તે સ્પષ્ટ થયે ફરિયાદ નોંધી શકાય. વિડિયોમાં ફાયરીંગ કરતા યુવકની પોલીસ શોધખોળ કરી રહી છે. વિડિયો ક્લિપમાં યુવકના હાથમાં અન્ય બે રાયફલ પણ જણાય છે.

નીતા રાજગોર આપઘાત કેસની તપાસ કરતાં પીએસઆઈની એકાએક ટ્રાન્સફર

ભચાઉના રાજકીય આગેવાનની પત્નીના ચકચારી આપઘાત કેસની તપાસ કરી રહેલાં પીએસઆઈ આર.એમ.ઝાલાની એકાએક ટ્રાન્સફર કરી દેવાઈ છે. ઝાલાની બદલીથી અનેક તર્કવિતર્ક ઉઠ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસની તપાસ સામે પહેલાંથી જ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

માધાપર જૂનાવાસમાં ચારિત્ર્યની શંકામાં પત્ની સાથે પતિની મારકૂટ

માધાપર જૂનાવાસના બાપાદયાળુનગરમાં રહેતી જિજ્ઞા મહેન્દ્રગીરી ગોસ્વામી નામની પરિણીતાએ પતિ ચારિત્ર્યનો વહેમ રાખી મારકૂટ કરી માનસિક-શારીરિક ત્રાસ આપતો હોવાની આઈપીસી 498, 323 હેઠળ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભુજની જ્યુબિલી કોલોનીમાં ધોળા દિવસે હાથફેરો

ભુજની જ્યુબિલી કોલોનીના 39 નંબરના મકાનમાં ગઈકાલે સવારે નવથી સાડા નવ વાગ્યાના અડધા કલાકના અરસામાં બંધ મકાનમાંથી અજાણ્યા શખ્સે 3 હજારની રોકડ રકમ અને મોટોરોલા કંપનીના ફોન સહિત કુલ પાંચ હજાર રૂપિયાની કિંમતની પરચુરણ ચીજવસ્તુની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ચોરી સંદર્ભે મકાનમાં રહેતા અતુલ ભરતભાઈ પુન્ડ (માલી)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અંજારના વંડીની પરિણીતાએ પતિ, સાસુ અને નણંદ સામે નોંધાવી ફરિયાદ

અંજારના વંડી ગામે રહેતી નૂરબાનુ અનવરઅલી લાડક નામની પરિણીતાએ તેના પતિ અનવર અલી, સાસુ આઈશાબાઈ અને નણંદ ખતાબાઈ વિરૂધ્ધ આઈપીસી 498 દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગાંધીધામ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન