click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Bhuj -> Alcoholic husband try to kill his wife this way in Rapar
Friday, 24-Nov-2017 - Bhuj 31835 views
દારૂડીયા પતિને પત્નીએ નાણાં ના આપતાં સળગતી સગડી મારી!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાપરના સમાવાસમાં દારૂડીયા પતિએ દારૂ પીવા પત્નીએ પૈસા ના આપતાં તેને બાળી નાંખી હોવાનો બનાવ બહાર આવ્યો છે. પતિના કરતૂતથી ગંભીર રીતે દાઝી ગયેલી 25 વર્ષિય મહિલાને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાઈ છે. પીડિતા સલમાબેન રમજાન શેખે હોસ્પિટલની પોલીસ ચોકીએ વિગતો આપતાં જણાવ્યું કે, બે દિવસ પહેલાં રાત્રે 9 વાગ્યે તેના પતિ રમજાને તેની પાસે દારૂ પીવા પૈસા માંગ્યા હતા. પૈસા ના આપતાં તેણે ઉશ્કેરાઈને સળગતા કોલસાવાળી સગડીને તેના તરફ લાત મારી હતી.

સગડી પર પાણી ગરમ થઈ રહ્યું હતું. પતિના કરતૂતથી સલમાના શરીરે તેમજ મોઢા  પર ઉકળતું ગરમ લ્હાય પાણી અને સળગતાં કોલસા પડતાં તે દાઝી ગઈ હતી. સલમાને પ્રથમ રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઈ હતી. જો કે, તેની તબિયતમાં સુધારો ના થતાં ભુજ જી.કે. જનરલ ખસેડાઈ છે. સલમાનો લગ્નગાળો 8 વર્ષનો છે અને સંતાનમાં એક પુત્ર છે.

સાડાઉમાં અકસ્માતે આગ લાગતાં દંપતિ દાઝ્યું

મુંદરા તાલુકાના સાડાઉ ગામે ચા બનાવતી વખતે પરિણીતા આગમાં લપેટાઈ જતાં તેને બચાવવા જતાં તેનો પતિ પણ દાઝી ગયો છે. આજે સવારે સાત વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. સાડાઉમાં રહેતી મુમતાજ જુણેજા નામની 22 વર્ષિય પરિણીતા ઘરે પ્રાયમસ પર ચા બનાવી રહી હતી. મુમતાજે નાઈટી ગાઉન પહેર્યું હતું અને એકાએક નાઈટી આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. પત્નીને બળતી જોઈ પતિ શકુર જુણેજા તેને બચાવવા પડ્યો હતો. જેમાં તે પણ દાઝી ગયો હતો. દંપતિને મુંદરા સીએચસી ખાતે દાખલ કરાયાં બાદ સઘન સારવાર માટે ભુજ જી.કે.માં ખસેડાયું છે. બંનેના લગ્નનો ગાળો 6 વર્ષનો છે અને સંતાનમાં એક દિકરો છે.

ઓરીરામાં રમત-રમતમાં માસુમ બાળક ઝેરી દવા પી જતા ગંભીર

નખત્રાણાના ઓરીરા ગામે પડોશીના ઘેર રમવા ગયેલો ત્રણ વર્ષનો માસુમ બાળક રમત રમતમાં પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી ગયો હોવાનો બનાવ બન્યો છે. માસુમ બાળકની હાલત ગંભીર છે અને તેને નિરોણા સરકારી દવાખાનેથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયો છે. બપોરે ચાર વાગ્યે આ બનાવ બન્યો હતો. ઓરીરામાં રહેતો સદ્દામ ઉમર પઠાણ નામનો ત્રણ વર્ષનો બાળક પડોશમાં રહેતાં હુસેન જુમા સુમરાના ઘરે રમવા ગયો હતો. રમત રમતામાં તે હુસેનના ઘરમાં પડેલી ઝેરી દવા પી ગયો જતાં બેભાન થઈ ગયો હતો. સદ્દામને જી.કે.માં સઘન સારવાર અપાઈ રહી છે.  

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ