click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Bhachau -> Sarpanch and his aid attacks on two person at Chandrodi Bhachau
Saturday, 10-Feb-2018 - Bhachau 186200 views
ભચાઉના ચાંદ્રોડીમાં ગટરના વહેતા પાણી મુદ્દે ગ્રામજનો-સરપંચ જૂથ વચ્ચે મારામારી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામે ઘર પાસેથી વહેતાં ગટરના પાણી અટકાવવા અંગે રજૂઆત કરવા ગયેલાં ગ્રામજનો અને ગામના સરપંચ-તેના સાગરિતો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ બન્યો છે. આજે સવારે 11 વાગ્યાના અરસામાં ચાંદ્રોડી ગામના મેઈન રોડ પર આવેલી પાપડી પાસે હુમલાનો બનાવ બન્યો હતો.

 ઈજાગ્રસ્ત જખરાભાઈ બીજલ ભરવાડ (ઉ.વ.46) અને મેરાભાઈ બીજલ ભરવાડ (ઉ.વ.42) પોલીસને આપેલી પ્રાથમિક માહિતી મુજબ તેમના પર ગામના સરપંચ ધરમશી ડાયા આહીર, પુના ડાયા આહીર, વાલા ડાયા આહીર, મેપા ગોકળ આહીર, મોહન પુના આહીર અને તેમના અન્ય સાગરીતોએ ધારીયા-ધોકાઓથી હુમલો કર્યો હતો. ભરવાડબંધુઓના ઘરે પ્રસંગ આવતો હોઈ તેમના ઘર પાસેથી વહેતા ગટરના ગંદા પાણી બંધ કરાવવા તેમણે સરપંચને રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનું મનદુઃખ રાખી આજે ગાડીમાં આવીને તેમણે હુમલો કર્યો હોવાનું પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષ બાબુલાલને ઘાયલોએ જણાવ્યું હતું. બીજી તરફ, સરપંચ પક્ષના કેટલાંક લોકો પણ મારામારીમાં ઘવાતાં વાગડ વેલફેર હોસ્પિટલમાં દાખલ થયાં હોવાનું લાકડીયા પોલીસે જણાવ્યું છે. હુમલામાં બંને પક્ષના લોકોને મુઢ માર જેવી ઈજાઓ થઈ હોવાનું હેડ કોન્સ્ટેબલ મનીષભાઈએ જણાવ્યું છે. બનાવ સંદર્ભે લાકડીયા પોલીસ મથકે બંને પક્ષની સામસામી વિધિવત ફોજદારી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ