click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhachau -> Police captures IMFL worth Rs. 6.25L from car at Sukhpar village Bhachau
Wednesday, 03-Jan-2018 - Bhachau 75969 views
ભચાઉના સુખપરમાં કારમાંથી 6.25 લાખનો શરાબ-બિયર જપ્ત
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભચાઉ તાલુકાના સુખપર ગામના વાડીવિસ્તારમાંથી પોલીસે સ્વિફ્ટ કારમાંથી 6.25 લાખ રૂપિયાનો વિદેશી શરાબ અને બિયરના જથ્થા સાથે નાની ચીરઈના બૂટલેગરની ધરપકડ કરી છે. દુધઈ પોલીસે ગત મધરાત્રે બે વાગ્યે સુખપર ગામના વાડી વિસ્તારમાં પસાર થઈ રહેલી સ્વિફ્ટ કાર અટકાવી તલાશી લીધી હતી.

કારમાંથી પોલીસને શરાબના 180 એમએલના ક્વાર્ટર નંગ 5424 (કિંમત  5 લાખ 42 હજાર 400 રૂપિયા), 750 એમએલની બોટલ નંગ 228 (કિંમત 68 હજાર 400 રૂપિયા) અને કિંગફિશર બીયરના 500 એમએલના 144 ટીન (કિંમત 14 હજાર 400 રૂપિયા) મળી કુલ 6 લાખ 25 હજાર 200 રૂપિયાના શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં રહેલા કરીમમામદ પરીટ (રહે. નાની ચીરઈ, ભચાઉ)ની કાર અને 3 મોબાઈલ સાથે ધરપકડ કરી છે. બનાવ સંદર્ભે દુધઈ પોલીસ મથકના એએસઆઈ પરીક્ષિતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન