click here to go to advertiser's link
Visitors :  
26-Apr-2024, Friday
Home -> Bhachau -> Housebreaking in Navi Bhachau Cash and Mobile phone worth Rs. 49700 stolen
Thursday, 21-Dec-2017 - Bhachau 40617 views
નવી ભચાઉના બંધ મકાનમાંથી અડધો લાખની માલમત્તાની ચોરી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ શિયાળો તસ્કરો માટે ધંધાની ‘સીઝન’ બની ગયો હોય તેમ છેલ્લાં કેટલાંક દિવસોથી પૂર્વ કચ્છમાં તસ્કરોએ ઉપાડો લીધો છે. ભચાઉમાં એક બંધ રહેણાંક મકાનમાંથી તસ્કરોએ અડધા લાખની માલમત્તાની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. નવી ભચાઉમાં પરમશાંતિ સ્કુલ પાસે ભાડાના મકાનમાં રહેતાં સત્યેન્દ્રસિંહ બુધનસિંહ ચૌધરી નામનાં ગૃહસ્થના બંધ ઘરમાં ત્રાટકેલાં તસ્કરો 46 હજારની રોકડ રકમ અને 3700 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 49 હજાર 700 રૂપિયાની માલમત્તા ઉસેટી ગયાં છે.

દાડમના કલ્ટિવેશનના વ્યવસાય સાથે સંકળાયેલાં સત્યેન્દ્રસિંહ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. ગત 12મી ડિસેમ્બરે તે વતનની મુલાકાતે ગયાં હતા. ગઈકાલે તે ઘેર પરત ફર્યાં તો મુખ્ય પ્રવેશદ્વારનો નકુચો તૂટેલો હતો અને ઘરમાંથી અડધા લાખની માલમત્તા ગાયબ થઈ ગયેલી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધી ભચાઉ પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા પ્રયાસો શરૂ કર્યાં છે.

Share it on
   

Recent News  
ભાજપ સામેનો આક્રોશ સરહદી ગામ સુધીઃ ખડીરમાં ચાવડાના કાફલાને રાજપૂતોએ અટકાવ્યો
 
માંડવીનો રીઢો શખ્સ ગાંધીધામના ગુનામાં ઝડપાયોઃ ગાંધીધામમાં ગાંજો વેચતો યુવક ઝબ્બે
 
કચ્છ ટ્રક ઓનર્સ એસો.માં ભાગલાઃ પ્રમુખ રીપીટ થતાં હરીફ જૂથે પોતાના પ્રમુખ નીમ્યાં