કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભાજપ-કોંગ્રેસના બાહુબલિઓ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના પંજાને મરડી નાખી 19 બેઠકો પર કમળ ખીલાવ્યું છે. કોંગ્રેસના ફાળે 9 બેઠકો આવી છે. માંડવી-મુંદરા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને પરાજીત કરી ‘જાયન્ટ કિલર’ તરીકે ઉભરી આવેલાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ નગરપાલિકામાં કેસરીયો લહેરાવી વધુ એકવાર તેમનું રાજકીય વજન સાબિત કરી દીધું છે. કોંગ્રેસના ચૂંટણી ઈન્ચાર્જ અશોકસિંહ ઝાલા પોતે વૉર્ડ નં.6માં જીત્યાં છે પરંતુ વૉર્ડ નં.2માં ચૂંટણી લડતો તેમનો પુત્ર કુલદિપસિંહ હારી ગયો છે. સામે વીરેન્દ્રસિંહ જાડેજાનો પુત્ર કુલદિપસિંહ જીતી ગયો છે. કોંગ્રેસના ફાળે વૉર્ડ નં.3 અને 6ની ચાર-ચાર બેઠકો ઉપરાંત વૉર્ડ નં. 4ની એક બેઠક આવી છે. બાકીના તમામ 5 વૉર્ડની 19 બેઠકો ભાજપે કબ્જે કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 2013માં ભચાઉ નગરપાલિકામાં ઈવીએમમાં ગરબડ, આયારામ ગયારામની પ્રવૃત્તિ વગેરેના કારણે ત્રણેકવાર ચૂંટણીઓ યોજવી પડી હતી. જેમાં સરવાળે બેવાર ભાજપનો હાથ ઉપર રહ્યો હતો.
►વૉર્ડ નં.1- ભરતભાઈ ખીમજીભાઈ કાવત્રા, ઉર્મિલાબેન ભરત કાવત્રા, શાન્તાબેન સવજી પ્રજાપતિ અને કરમશીભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (ચારેય ભાજપ)
►વૉર્ડ નં.2- ચંદ્રેશ ખીમજી રાવરીયા, વનરાજસિંહ દેવુભા ઝાલા, કલાવંતીબેન ઉમિયાશંકરભાઈ જોશી અને વિમળાબેન પ્રેમજીભાઈ શામળિયા (ચારેય ભાજપ)
►વૉર્ડ નં.3- વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા, લક્ષ્મીબેન નાનજીભાઈ ઘેડા, કાન્તાબેન પ્રેમજીભાઈ પરમાર અને ગણેશભાઈ મીઠાભાઈ ગરવા (ચારેય કોંગ્રેસ)
►વૉર્ડ નં.4- ભરતસિંહ રણજીતસિંહ જાડેજા (ભાજપ), પરેશભાઈ પ્રવિણભાઈ ઠક્કર (કોંગ્રેસ), ઈલાબેન ગોવિંદભાઈ શાહ (ભાજપ) અને સુશીલાબેન અશ્વિનભાઈ ઠક્કર (ભાજપ)
►વૉર્ડ નં.5- શેરઅલી ભચલશા સૈયદ, જુલેખાબેન દાઉદભાઈ કુરેશી, દમયંતિબેન ભરતભાઈ પ્રજાપતિ અને પ્રવિણદાન ભીખુદાન ગઢવી (ચારેય ભાજપ)
►વૉર્ડ નં.6- અશોકસિંહ નરભેસિંહ ઝાલા, ગફૂર સાલેમામદ કુંભાર, મીઠીબેન નારણભાઈ પ્રજાપતિ અને સલમા રફિકભાઈ સીદી (ચારેય કોંગ્રેસ)
►વૉર્ડ નં.7- કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, સારાબેન જાફરભાઈ કુંભાર, કુંવરબેન રાયધનભાઈ કોલી અને સરતાણ હરભમ રબારી (ચારેય ભાજપ)
Share it on
|