click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Bhachau -> Bhachau police seize IMFL worth Rs. 8.49L and Basmati Rice worth Rs. 11L
Monday, 06-Nov-2017 - Bhachau 37689 views
ભચાઉમાં 11 લાખના ચોખાની આડમાં ઘુસાડાતો 8.49 લાખનો દારૂ જપ્ત
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ પોલીસે આજે વહેલી પરોઢે ટ્રેલરમાં બાસમતી ચોખાની આડમાં હરિયાણાથી ગાંધીધામ લઈ જવાતો 8.49 લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં આ શરાબ ગાંધીધામમાં અનિલ શર્મા નામના બૂટલેગરને ડિલિવર કરવાનો હતો તેવું બહાર આવ્યું છે. ચૂંટણી સંદર્ભે પ્રોહિબિશનના ગુનાઓ પર વૉચ રાખવા એસપી ભાવનાબેન પટેલ અને ભચાઉ ડીવાયએસપી રાકેશ દેસાઈએ તાકીદ કરી છે.

ઉચ્ચ અધિકરીઓની તાકીદ સંદર્ભે ભચાઉના ઈન્ચાર્જ પીઆઈ આર.એમ. ઝાલા સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સરવૈયાને એચઆર 63 બી 3025 નંબરના ટ્રેલરમાં બાસમતી ચોખાની બોરીઓ નીચે છૂપાવીને અંગ્રેજી શરાબ ભરેલું એક ટ્રેલર સામખિયાળીથી ગાંધીધામ તરફ જઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. પોલીસે પરોઢે આરટીઓ ચેકપોસ્ટ પાસે વૉચ રાખી આ ટ્રેલરને અટકાવી તલાશી લેતાં તેમાંથી 8.49 લાખની કિંમતના અંગ્રેજી શરાબની 2304 બોટલ મળી આવી હતી. ટ્રેલરમાંથી પોલીસે 10 લાખ 96 હજાર 875 રૂપિયાની કિંમતના બાસમતી ચોખાની 675 બોરી પણ જપ્ત કરી છે. પોલીસે ટ્રેલરમાં સવાર હરિયાણાના ડ્રાઈવર નીતિન રોહિતાસ જાટ અને ક્લિનર મોહીત ઊર્ફે સુમિત ઊર્ફે ગુન્ના રામચંદ્ર જાટની ધરપકડ કરી છે. આરોપીઓએ પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું કે, રોહતકના દિપક રાજકુમાર જાટ નામના શખ્સની સૂચનાથી તેમણે સોનીપતના ગોડાઉનમાંથી આ શરાબ ટ્રેલરમાં ભર્યો હતો અને શરાબનો જથ્થો ગાંધીધામમાં અનિલ શર્મા (પંડિત) નામના શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે ડ્રાઈવર-ક્લિનર ઉપરાંત માલ આપનાર અને લેવા આવનારાં બંને શખ્સો સામે પણ ફરિયાદ નોંધી છે. દરોડામાં પોલીસે શરાબ અને બાસમતી ચોખા ઉપરાંત 5500ની કિંમતના બે મોબાઈલ ફોન તેમજ 15 લાખની કિંમતના ટ્રેલર મળી કુલ 34.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ આર.એમ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સરવૈયા, ભુપતસિંહ રાઠોડ, ગેલાભાઈ શુક્લ, કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર વગેરે જોડાયાં હતા.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ