click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhachau -> Bhachau police detains 5 gambler including 4 female from Residence at Bhachau
Thursday, 09-Nov-2017 - Bhachau 47990 views
ભચાઉમાં 1 લાખની રોકડ સાથે 4 મહિલા સહિત 5 જુગારી ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભચાઉના રામવાડી વિસ્તારમાં મોડી રાત્રે ભચાઉ પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતી 4 મહિલા સહિત પાંચ ખેલીઓની 1.15 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. ચૂંટણી સંદર્ભે સક્રિય બનેલી ભચાઉ પોલીસે બાતમીના આધારે મધરાત્રે અઢી વાગ્યે રામવાડીમાં રમીલાબેન ઊર્ફે રસીલાબેન નરોત્તમ ઠક્કરના ઘરે દરોડો પાડ્યો હતો.

ઘરમાં રસીલાબેન અને તેમની ત્રણ બેનપણીઓ શાન્તાબેન અરજણભાઈ આહીર (રહે. ભુજ), સુમીતાબેન ભરતભાઈ પાટડીયા (રહે. આધોઈ, ભચાઉ), ચંદ્રિકાબેન સુરેશભાઈ ચૌહાણ (રહે. કુકમા, ભુજ) અને નવીન કાનજી સોની (રહે. ભચાઉ) વગેરે કુલ પાંચ જણાં તીનપત્તીથી હારજીતની બાજી રમવામાં મશગુલ હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1 લાખ 1195 રૂપિયાની રોકડ રકમ અને 14 હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન મળી કુલ 1 લાખ 15 હજાર 195 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી છે. દરોડામાં ઈન્ચાર્જ પીઆઈ આર.એમ.ઝાલા, એએસઆઈ સુખદેવભાઈ દવે, હેડ કોન્સ્ટેબલ અશોક પાતારીયા, હરદેવસિંહ સરવૈયા, ઘેલાભાઈ શુક્લ, કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર તેમજ મહિલા કોન્સ્ટેબલ પુરીબેન પારીયા, કમળાબેન બ્રાહ્મણ અને રેખાબેન સોલંકી વગેરે જોડાયાં હતા.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન