click here to go to advertiser's link
Visitors :  
29-Mar-2024, Friday
Home -> Anjar -> LCB East detains five woman gamblers from Nency residency Anjar
Thursday, 22-Feb-2018 - Anjar 62864 views
અંજારના મેઘપર (બો)ની નેન્સી રેસિડેન્સીમાંથી 5 મહિલા જુગારી ઝબ્બે

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના મેઘપર બોરીચી ગામે આવેલી નેન્સી રેસિડેન્સી-1માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા ખેલીઓને ઝડપી પાડી છે. એલસીબી પીઆઈ જે.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.કે.ખાંટ સહિતના મહિલા પોલીસ સ્ટાફે નેન્સી રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. અહીં પ્લોટ નં.98,99 અને 100ની સામેના ભાગે પાંચેય મહિલાઓ જાહેરમાં ગોળ કુંડાળુ કરી ગંજીપાનાથી જુગાર રમતી હતી. પોલીસે પાંચેયને કોર્ડન કરી ઝડપી પાડી હતી. ઝડપાયેલી મહિલાઓમાં પુંજીબેન કાન્તિલાલ પ્રજાપતિ, ક્રિષ્ના ઓમપ્રકાશ ખોબર, જયશ્રી વસાવડા, ઉષાબેન સુરેશ પ્રજાપતિ અને જયશ્રી વિનોદ ઠક્કરનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે 32 હજાર 500ની રોકડ રકમ કબ્જે કરી છે. મહિલાઓ સામે અંજાર પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધાવાયો છે.

Share it on
   

Recent News  
નાણાંમંત્રી નિર્મલાના પતિએ ઈલેક્શન બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું
 
ગાંધીધામના યુવક યુવતીએ ઊંચા વળતરની લાલચ આપી ૨૧ લાખ હજમ કર્યાંની ફરિયાદ
 
ગાંધીધામમાં કિશોરીનું અપનયન કરી દુષ્કર્મ કરનારા શાહરૂખને ૧૦ વર્ષની કેદની સજા