click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Anjar -> Anjar police seize 9.17L IMFL from dumper today early morning
Saturday, 28-Oct-2017 - Anjar 36389 views
અંજાર નજીક ડમ્પરમાંથી 9.17 લાખનો વિદેશી શરાબ ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના લોહારીયા-ચંદિયા રોડ પર પેટ્રોલીંગમાં રહેલી પોલીસે પરોઢે 4 વાગ્યે એક ડમ્પરમાં લવાઈ રહેલો 9 લાખ 17 હજાર રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂ લઈને જતાં ડમ્પર (જીજે 12 ઝેડ 3926)ને અટકાવવા પોલીસે પ્રયાસ કરતાં ડમ્પરચાલકે વાહન રોકવાના બદલે પૂરઝડપે દોડાવી મુક્યું હતું. પોલીસે પીછો કરતાં ડમ્પરચાલક ડમ્પરને રસ્તાની એક તરફ થોભાવી રાતના અંધારામાં પલાયન થઈ ગયો હતો.

પોલીસે ડમ્પરની તલાશી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કિંમતની અંગ્રેજી શરાબની 2106 નંગ બોટલો (કિંમત રૂપિયા 7 લાખ 5600) અને 180 એમએલના ક્વાર્ટરીયાની 44 પેટી (કિંમત રૂપિયા 2 લાખ 11 હજાર 200) મળી કુલ 9 લાખ 16 હજાર 800 રૂપિયાની કિંમતનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે 5 લાખની કિંમતના ડમ્પર સહિત કુલ 14.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન