click here to go to advertiser's link
Visitors :  
16-Apr-2024, Tuesday
Home -> Anjar -> Anjar court orders 6 month imprisonment under IPC 323 and 324
Friday, 16-Feb-2018 - Anjar 40982 views
છરી મારવાના કેસમાં માંડવીના ફોટોગ્રાફરને અંજાર કૉર્ટે 6 માસની કેદ ફટકારી

કચ્છખબરડૉટકોમ, અંજારઃ જૂની અદાવતમાં અંજારમાં એક યુવક પર છરીથી હુમલો કરવાનાં કેસમાં અંજાર કૉર્ટે માંડવીના ફોટોગ્રાફરને છ માસની કેદની સજા ફટકારી છે. ફોટોગ્રાફર તરીકે કામ કરતાં રાજેશ પ્રેમજી જોગી (રહે. જોગીવાસ, જી.ટી.ગ્રાઉન્ડ સામે, માંડવી)એ ગત 8મી જૂન 2014નાં રોજ અંજારના જખદાદા મંદિર પાસે, નવી કૉર્ટ નજીક ભરત જેરામ જોગી પર હુમલો કરી ડાબા ખભામાં છરી મારી મુઢ માર માર્યો હતો. બંને વચ્ચે અગાઉ સમૂહલગ્નમાં બોલાચાલી થઈ હતી જેની અદાવતમાં રાજેશે આ હુમલો કર્યો હતો. આ બનાવમાં આજે અંજારના એડિશનલ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) અબ્દુલ મજીદ અબ્દુલ મુનાફ શેખએ રાજેશને આઈપીસી 323 અને 324 હેઠળ દોષી ઠેરવી છ માસની કેદની સજા ફટકારી છે. કૉર્ટે તેને પાંચસો રૂપિયાનો દંડ અને જો ના ભરે વધુ એક માસની કેદ કરવા હૂકમ કર્યો છે. બનાવમાં ફરિયાદી પક્ષે અંજારના મદદનીશ સરકારી વકીલ બી.આર.બારોટે ધારદાર દલીલો કરી આરોપીનો ગુનો કૉર્ટમાં પૂરવાર કર્યો હતો.

Share it on
   

Recent News  
ભુજના નવા બસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં બબાલઃ સ્કોર્પિયોમાં તોડફોડ
 
ભુજમાં પાણીની તંગી વચ્ચે પડોશીઓના દમન-છેડતીથી વ્યથિત આધેડ વિધવાનો આપઘાત
 
કચ્છ બોર્ડર રેન્જના નવા IGP ચિરાગ કોરડીયાઃ પશ્ચિમ કચ્છ SP હવે ભુજ DIG