click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Abdasa -> Unknown person tried to destroy 300 year old mausoleum in Suthri Police suspects on insider
Saturday, 30-Dec-2017 - Abdasa 96497 views
સુથરીમાં અજાણ્યા શખ્સોએ 3 સદી જૂની 4 કબર તોડી નાંખી, જાણભેદુની શંકા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના સુથરી ગામની સીમમાં આવેલાં કબ્રસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ત્રણસો વર્ષ જૂની ચાર કબરમાં તોડફોડ કરતાં મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. આ કૃત્યમાં ગામનાં જ જાણભેદુ શખ્સો સંડોવાયેલાં હોવાની પોલીસે આશંકા દર્શાવી છે. બનાવ સંદર્ભે કોઠારા પોલીસ મથકે મંધરા મિંયા અબ્દુલ્લાભાઈ અબ્દુલ શકુર (ઉ.વ.56)એ કબરોમાં તોડફોડ દ્વારા અજાણ્યા શખ્સોએ ધાર્મિક લાગણી દુભાવવા પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

સુથરીની સીમમાં આવેલા કબ્રસ્તાનમાં 10 બાય 20 ફૂટની અલગ વરંડીમાં આ ચારેય કબરો આવેલી છે. સ્થળ પર તપાસ કરવા પહોંચેલાં પીએસઆઈ પી.કે.રાયે જણાવ્યું કે, ફરિયાદીના સાતમી પેઢીના પૂર્વજોની આ કબરો છે. ગત 27મીની મધરાત્રે કબ્રસ્તાનમાં ઘુસેલાં અજાણ્યા શખ્સોએ ત્રિકમ-પાવડા જેવા સાધનોથી ચારેય કબરોનો ઉપરનો ભાગ તોડી નાખી અંદાજે બે હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે ડૉગ સ્ક્વૉડ સાથે તપાસ કરી હતી. જો કે, ડૉગ ગામમાં ને ગામમાં જ ફરતો હોઈ આ બનાવમાં જાણભેદુ લોકોની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ